Grade 10 Test 1

20 | Total Attempts: 315

SettingsSettingsSettings
Please wait...
Grade 10 Test 1

વિદ્યાર્થી મિત્રો, આ ક્વિઝ સમય આધારિત છે. તેથી વ્યવસ્થીત રીતે ધ્યાન આપી જવાબ પસંદ કરશો. આ ક્વિઝ કાવ્ય ૧ અને પાઠ ૨ આધારિત છે. શુભેચ્છા સહ.


Questions and Answers
 • 1. 
  કૃષ્ણના વર્ણનમાં નિચેનામાંથી કયું વિધાન બંધબેસતું નથી?
  • A. 

   કૃષ્ણએ પગમાં ઝાંઝર પહેર્યા છે. 

  • B. 

   કૃષ્ણએ પીળું પીતાંબર પહેર્યું છે.

  • C. 

   કૃષ્ણએ જરકસી જામો પહેર્યો છે.

  • D. 

   કૃષ્ણને માથે મુગટ છે.

 • 2. 
  ગવરી કોની દીકરી હતી?
  • A. 

   રમઝું મીરની

  • B. 

   ભૂધર મેરાઇની

  • C. 

   તળશીવેવાઇની

  • D. 

   મેઘાની

 • 3. 
  'મોરલી' કાવ્યમાં કૃષ્ણ માટે નીચેનામાંથી કયો શબ્દ વપરાયો નથી?
  • A. 

   ગિરિધર

  • B. 

   પ્રભુ

  • C. 

   વ્હાલો

  • D. 

   માખણચોર

 • 4. 
  લીલા રંગનું માથાબાંધણું કોણે બાંધેલું હતું?
  • A. 

   મેઘા ઢોલીએ

  • B. 

   રમઝુ મીરે

  • C. 

   ભૂધર મેરાઇએ

  • D. 

   વેપારીએ

 • 5. 
  કૃષ્ણને કાને શું શોભે છે?
  • A. 

   નથણી

  • B. 

   વીંટી

  • C. 

   કુંડળ

  • D. 

   બાજુબંધ

 • 6. 
  જાનૈયાઓનો આખો સમૂહ લાલભડક લાગતો હતો, કારણ કે ...
  • A. 

   તેઓ કંકુ ઉડાડીને નાચ્યા હતા.

  • B. 

   તેઓને વેવાઇવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવ્યા હતા.

  • C. 

   તેઓ અંદરોઅંદર તલવારોથી લડ્યા હતા.

  • D. 

   સૌએ લાલ પોશાક પહેર્યો હતો.

 • 7. 
  ગિરિધરનાં ગુણ, દર્શન થકી શું થાય છે?
  • A. 

   આપણાં બધા દુ:ખ દૂર થાય છે.

  • B. 

   આપણે શ્રીમંત થઇએ છીએ.

  • C. 

   આપણી ભક્ત તરીકે વાહવાહ થાય છે.

  • D. 

   આપણને લોકો પૂજે છે.

 • 8. 
  જાનને ક્યાં પહોંચવાનું હતું?
  • A. 

   સણોસરા

  • B. 

   અંબાલા

  • C. 

   મહુવા

  • D. 

   ધોરાજી

 • 9. 
  ઢોલીનું નામ શું હતું?
  • A. 

   મીર

  • B. 

   રમઝુ

  • C. 

   મેઘો

  • D. 

   ભુધર

 • 10. 
  વ્હાલો (કૃષ્ણ) ક્યાં બિરાજે છે?
  • A. 

   ગોકુળમાં

  • B. 

   દ્વારકામાં

  • C. 

   રાસમંડળમાં

  • D. 

   જમુનાને કાંઠે

 • 11. 
  રમઝુ મીરની શરણાઇનો સૂર આપોઆપ બદલાઇ ગયો, કારણ કે...
  • A. 

   તે ફૂંક મારીમારીને થાકી ગયો હતો.

  • B. 

   તેને તરસ લાગી હતી.

  • C. 

   તેનો જીવ દાદ લેવામાં પડ્યો હતો.

  • D. 

   તેને પોતાની દીકરી સકીનાનો વિદાયપ્રસંગ યાદ આવ્યો હતો.

 • 12. 
  શરણાઇનો સૂર આપોઆપ બદલાઇ જતાં...
  • A. 

   રમઝુ મીર બેભાન થઇ ગયો.

  • B. 

   સ્ત્રીઓ ગાતી બંધ થઇ ગઇ.

  • C. 

   ગીત ગાતી સુહાગણોએ વધારે કરુણ વિદાય-ગીતો ગાવા માંડયાં.

  • D. 

   ઢોલ વાગતો બંધ થઇ ગયો.

 • 13. 
  નીચેના સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય છે?
  • A. 

   નાદ-રવ

  • B. 

   દાણ-અનાજ

  • C. 

   ગગન-વિશ્વ

  • D. 

   રાસ-છાસ

 • 14. 
  નીચેનામાંથી કઇ જોડણી ખોટી છે?
  • A. 

   મુખ

  • B. 

   ગિરિધર

  • C. 

   દર્શન

  • D. 

   વુંદાવન

 • 15. 
  રમઝુ મીરને આ દુનિયામાં કયાં બે જ પાત્રો જોડે દિલ્લગી બંધાઇ ગઇ હતી?
  • A. 

   મૃત પત્ની અને ઢોલ જોડે

  • B. 

   ઢોલ અને શરણાઇ જોડે

  • C. 

   શરણાઈ અને સકીના જોડે

  • D. 

   ગવરી અને સકીના જોડે

 • 16. 
  તળશીવેવાઇને સૂરો રેલાવી રહેલો રમઝુ મીર કેવો લાગતો હતો?
  • A. 

   લાલચુ

  • B. 

   ગાંડો

  • C. 

   ચિત્તભ્રમ

  • D. 

   ધૂની

 • 17. 
  'મંત્રમુગ્ધ બનવું' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
  • A. 

   મંત્રો ઉચ્ચારવા

  • B. 

   દંગ થઇ જવું

  • C. 

   પાછા પડવું

  • D. 

   આગળ વધવું

 • 18. 
  'ડાગળી ચસકી જવી' એટલે...
  • A. 

   બેભાન થઇ જવું

  • B. 

   ક્રોધ કરવો

  • C. 

   પાગલ થઇ જવું

  • D. 

   હાડકું ભાંગી જવું

 • 19. 
  નીચેનામાંથી કયો શબ્દ 'દધિ' શબ્દનો સમાનાર્થી નથી?
  • A. 

   દહીં

  • B. 

   મહીં

  • C. 

   માખણ

  • D. 

   ગોરસ

 • 20. 
  ભરજુવાનીમાં રમઝુના જીવનમાં કઈ ઘટના બની?
  • A. 

   પત્નીનું અવસાન થયું.

  • B. 

   પત્ની પિયર ચાલી ગઇ

  • C. 

   દીકરી સકીના બીમાર થઇ ગઇ

  • D. 

   તેની નોકરી છૂટી ગઇ

Back to Top Back to top